Posts

Ocean Eyes

Image
Sometimes we face the darkest side of life instead of colorful life. Just like ocean! Ocean has it's own alluring that one of a kind itself yet, full of mysterious things and secrets under the silent surface. Ocean is beautiful yet dark, attractive yet scary, calm yet roar, quite yet faint,  limited yet boundless, no boundaries and limitless sky it has. It describes that if you stare at person's eye and try to dipped on that little ocean you found an un-expectable things. You get magnificent experience that touch your soul with the touch of sea. Every person's have it's own ocean in their eyes. Need to wonder and feel the salted tear of layers in that small pupil and iris. Water gives a lot of solutions of problems and calmness to soul. If you learn how to play, how to stay, how to love, how to feel, how to live, the meaning of happiness, the meaning of life and the meaning of soul you don't always need to visit ocean. Just stare at people's eyes, that talks mor...

એક એવી જગ્યા....

Image
એક એવી જગ્યા જ્યાં વાત કરવાનું મન થાય, વાત સાંભળવાનું મન થાય, વાત કેવાનું મન થાય, ને વાતો વાગોળવાનું મન થાય. એક એવી જગ્યા જ્યાં ખુલી ને હસી શકાય, બધું જ કહી શકાય, ગુસ્સો કરી શકાય, નારાજગી બતાવી શકાય,  ને મન ભરી ને રોઈ શકાય. એક એવી જગ્યા ખુદ ને મળી શકાય, જેમ છો એમ જ રહી શકાય, જ્યાં ભુલા પડી શકાય, કે નઈ ને શોધી લેશે' ની મૂંઝવણ થી મુક્ત થઈ શકાય. એક એવી જગ્યા જ્યાં ખીલી ને સ્મિત પાથરી શકાય, મન ના ભેદ ખોલી શકાય, આંખો થી લાગણી માપી શકાય, કે બોલ થી દિલ માં ઉતરી શકાય. એક એવી જગ્યા જ્યાં કહ્યા વિના સમજી શકાય, ને બોલ્યા વિના સાંભળી શકાય, એના વિના બસ એજ બની એના રહી, જિંદગી જીવી શકાય. શબ્દો વગર થાય વાતો ને નાત વગર નો નાતો નિભાવી શકાય. શક વગર નો રિસ્તો ને ભ્રમ વગર નો કિસ્સો માણી શકાય. એક એવી જગ્યા જ્યાં જોઈ ને એને હૃદય થી લાગણી છલકાવી શકાય. ને નજર ને એની આપણી નજર થી જોઈ શકાય. એના વ્યક્તિત્વ માં ખુદ ને મેળવી શકાય. કે જ્યાં ખુશી, ગમ, વ્યથા, આશંકા, ડર, નારાજગી...  બધું જાણે સામ, દામ, દંડ, ભેદ થી પરે, એના હૃદય થઈ આપણાં દિલ સુધી ના તાર જોડી શકાય. એક એવી જગ્યા એ જ્યાં માત્ર સૂકુન મેળવી શકાય., જ્...

એક વિચાર

Image
વિચાર નાં વિચાર માં વિચાર છે એ વિચાર નો, જે વિચાર થી વિચાર માં વિચાર ની સાથે, વિચારપૂર્વક વિચાર કરે છે... વિચાર નાં વિચાર માં પડ્યો રહે છે તું. શેનો છે વિચાર?, કેમ છે આ વિચાર?, શું છે આ વિચાર? એ વિચાર માટે, જે વિચારવા જેવી વિચાર ની વાત નથી... એ વિચાર માટે તું વિચાર પર વિચાર કરી વિચાર માં જ સમય જવા દે છે... સાંભળ કહું છું હું વિચાર્યા વિના, વિચાર કરી જો દિલ થી! ચાલ ઉભો થા માનવ...ને ચાલ તારી ચાલ ની સાથ... નાં નથી એ રાહ ની ચાહ... નાં નથી એ શબ્દ ની વાત... નાં નથી એ મુલાકાત ની પાસ... પણ છે તો બસ તું કાલ આજ ને કાલ, તું જ તારી સાથ! ના ભાગીશ મુજથી તું આમ, ના ડરીશ તું ખુદ થી આમ, રહી જો એક પળ મારી સાથ મળશે દિલાસો ને વિસામો તને તારી સાથ. પકડી ખુદ ની લગામ ચાલ ને તું તારી ચાલ, કેમ જુએ છે એ સાથ ની વાટ? જે નથી તારી ભવિષ્ય ની આસ! છે બસ તું જિંદગી ને દાસ? કરી ને મિત્રતા જિંદગી ની સાથ... બની નાં જાય તો કેજે જીવન ખુશહાલ, કેમ ને રહે છે હર સમય તું વિચાર માં,  નાં જરુર એવી સમજણ માં, ને વગર કામની ચિંતા માં! આવ કર મુલાકાત મારી રાહ ની આજ, છે તું જ બસ તારી સાથ... એક વિચાર થી બદલે છે કેટલાય વિચાર, એ વિચાર જો...

સફર અને મૃત્યુ

Image
સફર... સફર કેટલો રાહસ્યમયી શબ્દ છે, જે આનંદ ની સાથે જિંદગી ની ઘટમાળ પણ બતાવી દે છે. સફર માત્ર એક યાત્રા નથી જે શરૂ થી અંત સુધી માણો, એતો જીવવાની વાત છે કે જેમાં ખોવાઈ જવાનું મન થાય, જ્યાં તમે તમારી સાથે સફર માં સફર કરી શકો, એ ખરો સફર જીવન નો! આપણે ઘણી વખત ક્યાંક ફરવા જવાનું કે નવા સ્થળે મુલાકાત લેવાનું વિચારીએ છીએ, કામ ને થાક ની પળો થી દુર એક વિસામો લેવાનું વિચારીએ છીએ ... પણ કયારેક એ વિચાર જીવનનાં ચાલતાં સફર માં અમલ માં નથી આવતો, ત્યારે થાય કે જીવન નો સફર આપણાં નક્કી કરેલા સફર થી કેટલો અઘરો ને અણધાર્યો છે. કીધાં વિના, આમંત્રણ વિના, આપણી ઈચ્છા વિના, કયારેક કારણ સાથે તો ક્યારેક કારણ વગર બસ આવી જાય છે...ને આપણને ગમે કે ના ગમે એ સફર માં સફર કરવું જ પડે છે. મૃત્યુ શાશ્વત છે પણ સફર નહિ. સફર અનંત છે. જીવનની સફર માત્ર મૃત્યુ સુધી સિમીત છે પણ આત્મા અચળ છે.શરૂઆત નો અંત નિશ્ચિત છે ,જન્મ છે મૃત્યુ નિશ્ચિત છે,સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ નિશ્ચિત છે ,સૂર્ય નો પ્રભાતે ઉદય છે જે સાંજ પડતા તેનો અસ્ત નિશ્ચિત છે, બધું નિશ્ચિત છે, માત્ર નિશ્ચિત નથી કંઈ તો એ છે સફર! દરેક માનવી ની સફર અલગ-અલગ છે મંજિલ એ...

नजर

Image
नजर से नजर को नजर लग जाती हैं, ये नजर भी नजर से कितनी नजर आती हैं? नजर से लगी नजर कितना कुछ बतलाति हैं, बिन बोले बाते कई मुज्से यूहीं कर जाती हैं। नजर से उसकी नजर नजरअंदाज़ हैं वो नजर, पर बातो में उसकी हैं नजर की हैं जो ख्वहिशे नजर में, सपनो में नजर हि तो नजर से हसीं नजारे दिखलाती हैं। गुमनाम सी कुछ लबो की भाषा... नजरे हि तो नजर से समजा जाती हैं । नजर मेरी नजर पे हैं उसकी, और उसकी नजर कही और नजर से, नजारे खेलती सुनाती हैं। नजर से दर्द और आंसू से बहे हसी जिसकी ... नजर हि तो हैं उसका आसियाना , ना वो भी कभी दे पाती जगह नजर में , हैं जरुरत उसे भी नजर की किसी नजर में । पर नजर आज यूही नम सी हैं, कुछ चुप सी हैं,  नजर से आंसू नजर नही आते ... हा माना, हा माना ...फिर भी... नजर आज नजर की हि, गुमसुम सी कुछ पहेली सा बनी बेठी ये जो नजर हैं, ढूंढती उस नजर को हर दम इस नजर से जो हैं कही बेनजर। खो गई हैं कही या कहीं पास हैं? नजर की नजर से नजर जो चुराई हैं नजर ने, कमबख्त बडा नजराना बतलाती हैं। खबर हो के भी जो हैं उठी नजर जब जुक जाती हैं नजर बेखबर होकर तब। क्या हैं वो नजर की कला नजर से ही हस जाती हैं...

ચિંતા એજ ચિતા

Image
  આ દિવસ ફરી નહીં આવે કદી, તો શા માટે આને ચિંતા કરવામાં ગુમાવો છો? પળ એક વાર જ જીવી શકાય છે, એમાં પણ આપણે ચિંતા માં વેડફી નાખીએ એટલી સસ્તી તો નથી જિંદગી ની ક્ષણ! જિંદગી અનિશ્ચિતતા ઓ થી ભરેલ છે, જેમાંથી કેટલીક અનિશ્ચિતતાઓ માત્ર આપણાં વિચાર માં રહેલ હોય છે. હકીકત બને ના બને એ પહેલાં ચિંતાઓ નો પોટલો નાના અમથા મગજ માં ભાર રાખી જીવીએ છીએ. ચિંતા એ માથાનો દુઃખાવો સિવાય કંઈ જ નથી . આપણે જાણીએ છીએ કે 'ચિંતા એ જીવતા માણસ ની કબર છે' છતાં તેના થી દુર થતાં નથી. જે વ્યક્તિ બીજાં ને કહેતો હોય છે કે ચિંતા ના કરાય તબિયત પર અસર કરે હકીકત માં એ ખુદ ચિંતા ઓ ની નાવ માં નાવિક બની બેઠો હોય છે. મુસીબતો તો જીવન ની સારથી છે. સારથી સાથે મિત્રતા નો સંબંધ રાખી એની ચાલે સમજીને આગળ એની સાથે વધવું જોઈએ. મનુષ્ય ને આગળ પળ ની ખબર નથી ને તે ના આવનારી આફત વિશે ચિંતાઓ કરી સમય ગુમાવે છે. આથી આવવાવાળી કાલ ની ચિંતા ને ગઈ કાલ ની ચિંતા માં વર્તમાન ક્ષણ જીવવાનું ભૂલવું ના જોઈએ. ફક્ત આજ માં , આ પળ માં જીવો. વ્યક્તિ નું ભવિષ્ય વર્તમાન માં છે...કાલ કયારેય નહીં આવે. કયારેક મુસીબત એટલી ગંભીર નથી હોતી જેટલી વ્યકતિ તેને વિચારી ...

'સ્વ'

Image
'સ્વ' ને ઓળખવું કોઈ દરિયા માં ડૂબકી લગાવવા બરાબર છે. જીવન માં બધા સંબંધો નિભાવતા પેલાં પોતાની સાથે 'સ્વ' નો સંબંધ સાચવી લેવો જોઈએ. ખુદ સાથે નો સંબંધ એજ ઈશ્વર સાથે નો સંબંધ. પ્રેમ, લાગણી, સહજતા, આદર, કરુણા.... બધું વ્યકતિ ત્યારે જ આપી શકે છે જયારે એની પોતાની પાસે હોય છે. તમે કદી બીજાને પ્રેમ આપી નથી શકતાં જ્યાં સુધી તમે ખુદ ને પ્રેમ નથી કરી શકતાં. 'સ્વ' સાથેનો સંબંધ બહુ જરૂરી હોય છે આમ છતાં વ્યક્તિ ને એના વિશે વિશેષ પરવા હોતી નથી. એ વિશે વાત પણ કરવાનું ઉચિત સમજતા નથી પણ એ 'સ્વ' સાથેનો પોતાનો એક અનમોલ સંબંધ છે. ખુદ ના સામર્થ્ય, બળ, શક્તિ, વિચારો, વ્યવહાર, ભૂલો, ખામીઓ, વગેરે વિશે એક અલગ દ્રષ્ટિકોણથી થી જોવું જોઈએ. પોતાની નજરે પોતાની જાત ને જોવાનો પ્રયાસ કરવો જોઈએ નઈ કે અન્યો ની. 'સ્વયં નું અન્વેષણ' કરવાથી વ્યક્તિ એ બની શકે છે જે એ વિચારી પણ નથી શકતો. એ બધું કરી શકે છે જે એ વિચારે છે કે અશક્ય છે એના માટે. ઘણાં લોકો ગાંડપણ માને છે 'સ્વ' સાથે ના સંબંધ ને પણ વેદો માં પણ 'સ્વ' વિશે અલગ મહત્વ સ્થાપિત છે. કેટલાક લોકો એકલતા ને ખરાબ ગણે છે, પ...