સફર અને મૃત્યુ
સફર...
સફર કેટલો રાહસ્યમયી શબ્દ છે, જે આનંદ ની સાથે જિંદગી ની ઘટમાળ પણ બતાવી દે છે. સફર માત્ર એક યાત્રા નથી જે શરૂ થી અંત સુધી માણો, એતો જીવવાની વાત છે કે જેમાં ખોવાઈ જવાનું મન થાય, જ્યાં તમે તમારી સાથે સફર માં સફર કરી શકો, એ ખરો સફર જીવન નો!
આપણે ઘણી વખત ક્યાંક ફરવા જવાનું કે નવા સ્થળે મુલાકાત લેવાનું વિચારીએ છીએ, કામ ને થાક ની પળો થી દુર એક વિસામો લેવાનું વિચારીએ છીએ ... પણ કયારેક એ વિચાર જીવનનાં ચાલતાં સફર માં અમલ માં નથી આવતો, ત્યારે થાય કે જીવન નો સફર આપણાં નક્કી કરેલા સફર થી કેટલો અઘરો ને અણધાર્યો છે. કીધાં વિના, આમંત્રણ વિના, આપણી ઈચ્છા વિના, કયારેક કારણ સાથે તો ક્યારેક કારણ વગર બસ આવી જાય છે...ને આપણને ગમે કે ના ગમે એ સફર માં સફર કરવું જ પડે છે.
મૃત્યુ શાશ્વત છે પણ સફર નહિ. સફર અનંત છે. જીવનની સફર માત્ર મૃત્યુ સુધી સિમીત છે પણ આત્મા અચળ છે.શરૂઆત નો અંત નિશ્ચિત છે ,જન્મ છે મૃત્યુ નિશ્ચિત છે,સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ નિશ્ચિત છે ,સૂર્ય નો પ્રભાતે ઉદય છે જે સાંજ પડતા તેનો અસ્ત નિશ્ચિત છે, બધું નિશ્ચિત છે, માત્ર નિશ્ચિત નથી કંઈ તો એ છે સફર!
દરેક માનવી ની સફર અલગ-અલગ છે મંજિલ એની જીવન માં અલગ અલગ છે એ મંજિલ સુધી ની સફર વાળી રાહ પણ અલગ અલગ છે...જિંદગી ની સફર કેટલી? મૃત્યુ ની કબર સુધી...! મનુષ્ય ના જન્મ સમય થી જ મૃત્યુ ની સફર શરૂ થઈ જાય છે, આપણે આપણી સફર માં એટલા ખોવાયેલ હોઈએ છીએ કે એ જાણતાં જ નથી કે મૃત્યુ આપણી સાથે હર પળ ચાલે છે. એ જીવન ની એક બાજુ છે, પણ એ આપણાથી અવળી ફેરવાયેલી છે.
કેટલાક લોકો સફર ની શરૂઆત કરતાં જ ડરતા હોય છે.કંઈ ખોવાઈ જવાનો ડર, બધું છૂટી જવાનો ડર, સમય વીતી જવાનો ડર કા'તો કેટલાક ને મૃત્યુ નો એટલો બધો ભય સતાવતો હોય છે કે તેઓ જીવન જીવવાની શરૂઆત જ નથી કરતાં. મનુષ્ય બધું ઉછીનું લઈ શકે છે...સિવાય સફર! એતો એને જાતે જ સફર કરવી પડે છે. સફર નું રહસ્ય, મંજિલ ને મેળવવાની ચાહ, એ મન ના તરંગો ની તાલાવેલી, શરીર માં થતી ધ્રુજારી, એ ઉમંગ, એ સાહસ, ઝંખના, હરખ...એ માત્ર માણી શકાય છે, જીવી શકાય છે, સફર માં મુસાફર બની યાત્રી બની શકાય છે.
જેમ મૃત્યુ કરતાં મૃત્યુ નો ભય વધુ હોય છે તેમ સફર કરતાં સફર નો ભય વધુ વધી જતો હોય છે. મૃત્યુ એક એવો અજાણ્યો પ્રદેશ છે જેની સરહદ પર કર્યા પછી, સફર કર્યા પછી કોઈ મુસાફર પાછો નથી આવતો. સફર ને જીવવી પડે છે...મૃત્યુ 'કદાચ' થી પરે છે. કેમકે જીવવની સફર માં વિકલ્પો ઘણાં છે જેમાં કેટ કેટલાય માટે ધારણા કરવી પડે છે કે, 'કદાચ' આમ બને... 'કદાચ' આમ થાય...'કદાચ' આવું થઈ શકે... પણ મૃત્યુ વિષે 'કદાચ' કયારેય નથી આવતું. એવું ના કહી શકાય કદી કે "કદાચ એ મરી જશે".
કેમકે મૃત્યુ ને કદાચ બાંધી નથી સકતું તે અમર અને શાશ્વત છે.
સફર મૃત્યુ ની ને લાલચ જીવનની!
-મારી કલમ
#Artistqoute

Comments
Post a Comment