'સ્વ'





'સ્વ' ને ઓળખવું કોઈ દરિયા માં ડૂબકી લગાવવા બરાબર છે. જીવન માં બધા સંબંધો નિભાવતા પેલાં પોતાની સાથે 'સ્વ' નો સંબંધ સાચવી લેવો જોઈએ. ખુદ સાથે નો સંબંધ એજ ઈશ્વર સાથે નો સંબંધ.

પ્રેમ, લાગણી, સહજતા, આદર, કરુણા.... બધું વ્યકતિ ત્યારે જ આપી શકે છે જયારે એની પોતાની પાસે હોય છે. તમે કદી બીજાને પ્રેમ આપી નથી શકતાં જ્યાં સુધી તમે ખુદ ને પ્રેમ નથી કરી શકતાં. 'સ્વ' સાથેનો સંબંધ બહુ જરૂરી હોય છે આમ છતાં વ્યક્તિ ને એના વિશે વિશેષ પરવા હોતી નથી. એ વિશે વાત પણ કરવાનું ઉચિત સમજતા નથી પણ એ 'સ્વ' સાથેનો પોતાનો એક અનમોલ સંબંધ છે.

ખુદ ના સામર્થ્ય, બળ, શક્તિ, વિચારો, વ્યવહાર, ભૂલો, ખામીઓ, વગેરે વિશે એક અલગ દ્રષ્ટિકોણથી થી જોવું જોઈએ. પોતાની નજરે પોતાની જાત ને જોવાનો પ્રયાસ કરવો જોઈએ નઈ કે અન્યો ની. 'સ્વયં નું અન્વેષણ' કરવાથી વ્યક્તિ એ બની શકે છે જે એ વિચારી પણ નથી શકતો. એ બધું કરી શકે છે જે એ વિચારે છે કે અશક્ય છે એના માટે. ઘણાં લોકો ગાંડપણ માને છે 'સ્વ' સાથે ના સંબંધ ને પણ વેદો માં પણ 'સ્વ' વિશે અલગ મહત્વ સ્થાપિત છે.

કેટલાક લોકો એકલતા ને ખરાબ ગણે છે, પણ જીવન ની સફર માં કયારેક પોતાની સાથે બેસવાની, વાત કરવાની ,મુશ્કેલીઓ વિશે પોતાના અંતરાત્મા સાથે વિચાર વિમર્શ કરવાની ,ખુદ ની ખુદ સાથે ની પળો મહાલવાની , સમજવાની, 'સ્વ' માં જોવાની જરૂર છે. એની અવગણના ના કરતાં એને આંતરિક તાકાત માનવી જોઈએ.

એ કરો જે તમને ગમે છે , તમને ખુશી આપે છે, કંઈક કરવાથી તમને આનંદ પ્રાપ્ત થાય છે, મન માં શાંતિ અનુભવાય છે, હૃદય પ્રફુલ્લિત થઈ નાચી ઉઠે છે, સાગર ના મોજા માં જઈ મસ્તી કરે છે, ખુલ્લાં ગગન માં એક આઝાદ પક્ષી માફક બેફિકર થઈને પોતાની પાંખો થઈ ઊંચે વાદળો સાથે મુલાકાત લેતા હોય, રાત્રે એ તારા ની ચાદર ને ધરતી ની સૈયા પર કરવટ લેતાં હોય..., એમ જીવો જાણે કાલ છે જ નહીં, 'છે તો બસ આજ, તમે અને આ પળ'.

ખુદ ને ખરાબ લાગે તો આશ્વાસન આપો, ખુશ થતાં ખુદ પર ગર્વ કરો, મુસીબત માં ખુદ ની સંભાળ રાખી તૂટી ના જવાનું સાહસ આપો ,વિપરીત સ્થિતિ માં ખુદ ને દિલાસો આપો, ખુદ ને પ્રેમ કરો એટલો જેટલો તમે કોઈ બીજા પાસેથી આશા રાખો છો. ખુદ ને કદી કોઈના થી ઓછી ના ગણવી કેમકે વિદ્વાનો પેદા નથી થતાં એ બને છે. ભૂલો દરેક કરે છે સંપૂર્ણતા અસ્તિત્વ નથી ધરાવતી. પૂર્ણતા અપૂર્ણતા માં જ રહેલ છે. ભૂલો થી ડરી ભાગવું નહીં પણ એમાંથી શીખી પરિવર્તન તરફ આગળ વધો. જે વ્યક્તિ પોતાની ભૂલો માંથી શીખે છે તે મહાન છે પણ જે બીજાની ભૂલો માંથી પણ શીખે છે તે વધુ મહાન છે.

તમારો તમારી સાથે નો નાતો, તમારી 'સ્વછાપ' તમે કોણ છો એ સમજવા માટે કાફી છે.

વ્યક્તિનો સૌથી મહત્વનો નાતો 'સ્વ' સાથેનો નાતો.


-મારી કલમ

#Artistqoute

Comments

Popular posts from this blog

એક એવી જગ્યા....

Ocean Eyes