એક વિચાર




વિચાર નાં વિચાર માં વિચાર છે એ વિચાર નો,

જે વિચાર થી વિચાર માં વિચાર ની સાથે,

વિચારપૂર્વક વિચાર કરે છે...

વિચાર નાં વિચાર માં પડ્યો રહે છે તું.

શેનો છે વિચાર?, કેમ છે આ વિચાર?, શું છે આ વિચાર?

એ વિચાર માટે,

જે વિચારવા જેવી વિચાર ની વાત નથી...

એ વિચાર માટે તું વિચાર પર વિચાર કરી વિચાર માં જ સમય જવા દે છે...

સાંભળ કહું છું હું વિચાર્યા વિના,

વિચાર કરી જો દિલ થી!

ચાલ ઉભો થા માનવ...ને ચાલ તારી ચાલ ની સાથ...

નાં નથી એ રાહ ની ચાહ...

નાં નથી એ શબ્દ ની વાત...

નાં નથી એ મુલાકાત ની પાસ...

પણ છે તો બસ તું કાલ આજ ને કાલ,

તું જ તારી સાથ!

ના ભાગીશ મુજથી તું આમ, ના ડરીશ તું ખુદ થી આમ,

રહી જો એક પળ મારી સાથ

મળશે દિલાસો ને વિસામો તને તારી સાથ.

પકડી ખુદ ની લગામ ચાલ ને તું તારી ચાલ,

કેમ જુએ છે એ સાથ ની વાટ?

જે નથી તારી ભવિષ્ય ની આસ!

છે બસ તું જિંદગી ને દાસ?

કરી ને મિત્રતા જિંદગી ની સાથ...

બની નાં જાય તો કેજે જીવન ખુશહાલ,

કેમ ને રહે છે હર સમય તું વિચાર માં, 

નાં જરુર એવી સમજણ માં, ને વગર કામની ચિંતા માં!

આવ કર મુલાકાત મારી રાહ ની આજ,

છે તું જ બસ તારી સાથ...

એક વિચાર થી બદલે છે કેટલાય વિચાર,

એ વિચાર જો ના રહે પછી માત્ર એક વિચાર

વિચાર ની રમત માં વિચાર રમી જાય છે.

ના ચાલે એ ચાલ એ પહેલાં તું,

વિચાર કરી વિચાર થી દોડી જા પાસ.

વિચાર થી વિચાર કરી એવા એક વિચાર ને

વિચાર વિના મળવાનુ મન થાય છે.

પણ એ વિચાર પેહલા વિચાર કરી વિચાર આવે છે કે

વિચારપૂર્વક ની વાત છે તું વિચાર?

વિચાર કરી જો વિચાર થી કે શું છે તારો વિચાર

કહે જો એ વિચાર વિચાર ને કે શાને કરે છે વિચાર,

જો ના કહે એ વિચાર, વિચાર વિના વિચાર ને

તો માન એ વિચાર ને વિચાર્યા વિના!

ધામી ને મારો હાથ ચાલ તું મારી સંગાથ

ના દઈશ પડવા કદી રાખ એટલો ભરોસો મારી પાસ

ના નથી માત્ર આ શબ્દો ખાસ 

છે વિશ્વાસ આ તુજ પર આશ.

તારી છું હું જ એક જીવનસંગાથ...

છે બસ તું જ તારી સાથ...

છે બસ તું જ તારી પાસ...

ચાલ માનવ જિંદગી ની સાથ.

હું વિચાર જિંદગી નો!

હું જીંદગી તું માનવ !


-મારી કલમ

#Artistqoute

Comments

Popular posts from this blog

એક એવી જગ્યા....

Ocean Eyes

'સ્વ'