ચિંતા એજ ચિતા
આ દિવસ ફરી નહીં આવે કદી, તો શા માટે આને ચિંતા કરવામાં ગુમાવો છો? પળ એક વાર જ જીવી શકાય છે, એમાં પણ આપણે ચિંતા માં વેડફી નાખીએ એટલી સસ્તી તો નથી જિંદગી ની ક્ષણ!
જિંદગી અનિશ્ચિતતા ઓ થી ભરેલ છે, જેમાંથી કેટલીક અનિશ્ચિતતાઓ માત્ર આપણાં વિચાર માં રહેલ હોય છે. હકીકત બને ના બને એ પહેલાં ચિંતાઓ નો પોટલો નાના અમથા મગજ માં ભાર રાખી જીવીએ છીએ. ચિંતા એ માથાનો દુઃખાવો સિવાય કંઈ જ નથી . આપણે જાણીએ છીએ કે 'ચિંતા એ જીવતા માણસ ની કબર છે' છતાં તેના થી દુર થતાં નથી. જે વ્યક્તિ બીજાં ને કહેતો હોય છે કે ચિંતા ના કરાય તબિયત પર અસર કરે હકીકત માં એ ખુદ ચિંતા ઓ ની નાવ માં નાવિક બની બેઠો હોય છે.
મુસીબતો તો જીવન ની સારથી છે. સારથી સાથે મિત્રતા નો સંબંધ રાખી એની ચાલે સમજીને આગળ એની સાથે વધવું જોઈએ. મનુષ્ય ને આગળ પળ ની ખબર નથી ને તે ના આવનારી આફત વિશે ચિંતાઓ કરી સમય ગુમાવે છે.
આથી આવવાવાળી કાલ ની ચિંતા ને ગઈ કાલ ની ચિંતા માં વર્તમાન ક્ષણ જીવવાનું ભૂલવું ના જોઈએ. ફક્ત આજ માં , આ પળ માં જીવો. વ્યક્તિ નું ભવિષ્ય વર્તમાન માં છે...કાલ કયારેય નહીં આવે.
કયારેક મુસીબત એટલી ગંભીર નથી હોતી જેટલી વ્યકતિ તેને વિચારી વિચારી ચિંતાઓમાં કરી નાખે છે. માણસ પોતાની અડધી જિંદગી ચિંતાઓ માં વેડફી નાખે છે. ચિંતાઓથી દૂર ભાગવા કરતા તેની સામે લડતા શીખો. ભાગવું ને નાશી પાસ થવું એ કોઈ મુસીબત નો સુજાવ નથી હોતો. ચિંતા કરવાની બદલે વિચારો કે શું કરવું જોઈએ ને શુ ના કરવું જોઈએ. બધી તકલીફો થી બહાર આવવા કેવા ઉપાય કરવા જોઈએ, શેના લીધે આમ થયું છે, એવી વાતો પર વિચાર વિમર્શ કરવા ઉચિત છે, નઈ કે એકલા બેસી મુસીબતો થઈ ગભરાઈ ને ચિંતાઓના પહાડ પર ચડી જવું.
ચિંતા ના કરી વ્યક્તિ એ પોતાની આરામ પહોંચાડનારી ક્રિયાઓ કરવી જોઈએ. જેમકે પૂરતા પ્રમાણ માં ઊંઘ, સંગીત સાંભળવું, સ્મિત સાથે રેહવું, સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું, ગમતી પ્રવૃત્તિઓ કરવી ,વગેરે. ચિંતા નું મુખ્ય કારણ દુવિધાઓ છે. દુવિધાઓ જીવન નો ભાગ છે . તેને અપનાવી તેનો સામનો કરી આગળ વધવું જોઈએ , નહીં કે એ દુવિધાઓ માં જ ચિંતા કરી રાખવી. વધુ પડતું વિચારવાથી મનુષ્ય નિર્ણય કરવાની શક્તિ ગુમાવી દે છે. શા માટે ચિંતા કરી પોતાના જ પગ પર કુલ્હાડી મારવી જોઈએ? પોતાનું સ્વાસ્થ્ય બગાડવું જોઈએ? ચિંતા ને પોતાના પર હાવી ના થવા દેવી ,ચિંતા ને કાબુ માં રાખવી જોઈએ.
સતત કોઈ કામ માં વ્યસ્ત રહેવા થઈ પણ વ્યક્તિ ચિંતા થી બહાર આવી શકે છે. વ્યસ્ત માણસ કદી દુઃખી નથી રહેતો , કેમકે સમય ની ફુરસદ માણસ ને વિચાર કરવા પર વિવશ કરી દે છે. કોઈ ના કોઈ કાર્ય માં વ્યસ્ત રહેવું પણ સારામાં સારી માનસિક કસરત છે. માણસ પોતાની ઈચ્છા શક્તિ થી અનહોની પરિસ્થિતિ નો પણ સમાધાન લાવી શકે છે. માણસ જેવું વિચારે છે એવો એ હોય છે કે બની જાય છેએ એવો નથી બનતો જે એ પોતાના વિશે વિચારે છે. એવું જ વિચારવું જોઈએ જે વિચારવાને લાયક હોય, વગર કામ નું વિચારવું કોઈ ત્સુનામી આવતાં પછી થયેલ વિનાશ બરાબર છે.
જિંદગી ઘણી નાની છે માટે તેને વ્યર્થ ની ચિંતા કરવામાં વેsફવી ના જોઈએ. વ્યક્તિ એ ચિંતા ની ડિગ્રી મેળવતાં પેહલા જીવન ની પળો માણવાનું ભૂલવું ના જોઈએ.
-મારી કલમ
#Artistqoute
Comments
Post a Comment