એક એવી જગ્યા....




એક એવી જગ્યા જ્યાં વાત કરવાનું મન થાય,

વાત સાંભળવાનું મન થાય,

વાત કેવાનું મન થાય,

ને વાતો વાગોળવાનું મન થાય.


એક એવી જગ્યા જ્યાં ખુલી ને હસી શકાય,

બધું જ કહી શકાય,

ગુસ્સો કરી શકાય,

નારાજગી બતાવી શકાય, 

ને મન ભરી ને રોઈ શકાય.


એક એવી જગ્યા ખુદ ને મળી શકાય,

જેમ છો એમ જ રહી શકાય,

જ્યાં ભુલા પડી શકાય,

કે નઈ ને શોધી લેશે' ની મૂંઝવણ થી મુક્ત થઈ શકાય.


એક એવી જગ્યા જ્યાં ખીલી ને સ્મિત પાથરી શકાય,

મન ના ભેદ ખોલી શકાય,

આંખો થી લાગણી માપી શકાય,

કે બોલ થી દિલ માં ઉતરી શકાય.


એક એવી જગ્યા જ્યાં કહ્યા વિના સમજી શકાય,

ને બોલ્યા વિના સાંભળી શકાય,

એના વિના બસ એજ બની એના રહી,

જિંદગી જીવી શકાય.


શબ્દો વગર થાય વાતો ને નાત વગર નો નાતો નિભાવી શકાય.

શક વગર નો રિસ્તો ને ભ્રમ વગર નો કિસ્સો માણી શકાય.


એક એવી જગ્યા જ્યાં જોઈ ને એને હૃદય થી લાગણી છલકાવી શકાય.

ને નજર ને એની આપણી નજર થી જોઈ શકાય.

એના વ્યક્તિત્વ માં ખુદ ને મેળવી શકાય.

કે જ્યાં ખુશી, ગમ, વ્યથા, આશંકા, ડર, નારાજગી... 

બધું જાણે સામ, દામ, દંડ, ભેદ થી પરે, એના હૃદય થઈ આપણાં દિલ સુધી ના તાર જોડી શકાય.


એક એવી જગ્યા એ જ્યાં માત્ર સૂકુન મેળવી શકાય.,

જ્યાં ખુદ ને વિસામો આપી શકાય ખુદ થી મળીને!

હાથ થામ્યા થી લઈને લાકડી સુધી નો સફર ખેડી શકાય,

એનાં અંત સમય સુધી સાથ આપણો આપી શકાય ને હાથ એનો ઝાલી શકાય,

ગળે લગાવી એના મન ને શાંત પાડી એને સમજી શકાય.,

પ્રેમ થી એને આંખો ની નજાર થકી પ્રેમ સમજાવી શકાય,

એ અનુભવી શકાય.


એક એવી જગ્યા જ્યાં આપણને આપણું પોતાના પણું માની શકાય,

બઉ બધું તો નહીં પણ થોડા માં ઘણું, એના માં બહુ,

મન ભરી ને જિંદગી ની બધી પળો ને આનંદપૂર્વક જીવી શકાય.


મળે જો કોઈ એવું તો સાચવી લેવાય,

ખોયા પછી અફસોસ માં ના રેવાય,

ને જો એ 'કોઈ' નાં મળે તો સપના ઓ માં જીવી લેવાય,

ઈચ્છાઓ ને લાગણીઓથી ત્યાં પ્રેમ કરી લેવાય.


"મળે કોઈ પ્રેમ એવો જે પ્રેમ આપણાં પ્રેમ ને પ્રેમ થી સમજી શકાય એ પ્રેમ વગર ના પ્રેમ ને માત્ર નજર થી પ્રેમ આપી એને પ્રેમ થી પ્રેમઉર્વક પ્રેમ થી ભરપૂર ભરી શકાય."


-મારી કલમ

#Artistqoute

Comments

  1. Wah wah kya baat hai 👏🏻👏🏻
    True 💯

    ReplyDelete
  2. aa jagya nu address sodhu chu
    ...khabar nai km ? pn maltu nathi😅😅

    ReplyDelete
    Replies
    1. Same
      We 4 fine this place 😅

      Delete
    2. Areee bhai bhai bhai.... Tu aatli smjdaar chu mne idea j nato 😂😆
      Baki su lakhyu che
      Page faadi nakhyaa
      But khrekhr amazing 😍
      Outstanding
      Extraordinary
      Bas keep doing yaar

      And haan
      Rista and kissa banne ne
      Aapas ma exchange kri de
      I think a better rese

      Delete
    3. Hahaha... Thanks for suggestion.

      Delete

Post a Comment

Popular posts from this blog

Ocean Eyes

'સ્વ'