અમૂલ્ય મૂડી - સમય




જીવનની ઘટમાળ સમયને આધીન છે. જીવન પ્રત્યે પ્રેમ હોય તો સમય કદી બગાડવો નાં જોઈએ. સમય જેટલી કિંમતી વસ્તુ કદાચ કંઈ જ નથી. એનું મૂલ્ય અમૂલ્ય છે. જો તમે સમય ને વેડફશો તો સમય તમને વેડફી નાખશે.

દરેક બુદ્ધિમાની જીવ જેણે જીવન માં કંઈક કરી બતાવ્યું એના જીવનને જોતાં જણાય છે કે એણે સમય નો કેટલો, કઈ રીતે ને કેવી રીતે ઉપયોગ કર્યો. સમય માં રોકાણ જે વ્યક્તિ કરે છે તે નિશ્ચિત રૂપે ભવિષ્ય માં લાભ મેળવે છે.સમય ધીમે ધીમે જતો રહે છે એનો ખ્યાલ સુધ્ધાં પણ મનુષ્ય ને આવતો નથી.

સમય સાથે ચાલવામાં જ સમજણ છે. સમય જેવી મૂલ્યવાન સંપતિ પાસે હોવા છતાં તે અજાણ બની એને ગુમાવે છે. તે જીવનની જાણે મૂડી ગુમાવી રહ્યો છે. તેના પર અધિકાર સ્થપાતો નથી, તેને સાચવી ને વાપરવો પડે છે. દરેક પાસે સમય એકસમાન હોવા છતાં દરેકની દિનચર્યા વિભિન્ન જોવા મળે છે. સફળતા મનુષ્ય ના સમય માં જોવા મળે છે. માણસ બધું મેળવી શકે છે ગુમાવેલ ધન પણ કમાઈ શકે છે અને પોતાના પ્રયત્ન અને પુરુષાર્થ થી હાર ને જીત માં પણ બદલી શકે છે, પણ સમય એક એવી વસ્તુ છે, જેને એકવાર ખોઈ નાખ્યા પછી પાછો મેળવી નથી શકાતો. વીતી ગયેલ સમય માં ડોકિયું કરી શકાય, યાદ કરી શકાય પણ એ પળ ને પાછી લાવી નથી શકાતી, એને ફરી જીવી નથી શકાતી. 

સમય જ જીવન છે. સમય જીવનની પરિભાષા છે કેમકે સમય થી જ જીવન બને છે. માણસ નો સમય એનું જીવન બતાવે છે, એની છબી અરીસા ની જેમ એનું ભૂતકાળ, વર્તમાન અને એનું ભવિષ્ય પ્રકાશિત કરે છે. સમય સારો ખરાબ હોય શકે છે પણ એ આપણાં કર્મફળ પર આધાર રાખે છે. સમય તો અનંત સફર ની જેમ, રોકાયા વિના નિરંતર, નદી ની માફક વહેતો રહે છે,એના વહેણ માં જવામાં જ મજા છે. સમય વેડફવો હાથ ની મુઠ્ઠી માંથી સરકતી રેત સમાન છે.

જીવનનો આધારસ્તંભ છે સમય. જીવન માંથી આપણો સમય વેડફનાર લોકો ને પણ દૂર રાખવા જોઈએ, તે માત્ર આપણાં નહીં પણ આપણા સમય ના,આપણા જીવન ના, ને આપણા ભાવિ ના દુશ્મન હોય છે.

જીવનની દરેક ક્ષણ ઉજ્જવળ ભવિષ્ય ની સંભાવના ને કામના સમય રૂપી નાવ માં બેસી ને આવે છે. તેની રાહ ના જોતાં ખુદ નાવ બનાવી એ નાવ ના નાવિક બની સમય ની સાથે વહી જવામાંજ સમજણ છે. દરેક ક્ષણ એક મહાન પરિવર્તન નો સમય હોય શકે છે.

મનુષ્ય સમય ને સાચવે તો સમય મનુષ્ય ને અચૂક સાચવશે.


-મારી કલમ

#Artistqoute


Comments

Post a Comment

Popular posts from this blog

એક એવી જગ્યા....

Ocean Eyes

'સ્વ'